લોકો ગણપતિબાપાની મૂર્તિ તો લઈ ગયા પરંતુ તંત્ર વિસર્જન નહી કરવા દે તો મૂર્તિ પાછી આપી જશે : મૂર્તિકાર

0

ગણપતિ મહોત્સવને હવે માત્ર ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે. પરંતુ ચાલું વર્ષે કોરોનાની મહામારીને કારણે ગણેશ મહોત્સવનો ઉત્સાહ જાેવા મળતો નથી કારણ કે ગણપતિ સ્થાપના અને ગણપતિ મહોત્સવને લઈને લોકો એકઠા થતા હોય છે. જેને કારણે કોરોના સંક્રમણ વધી જવાની શકયતા સેવાય છે. આ વર્ષે ગણેશ મહોત્સવ કેવી રીતે ઉજવાશે તેવા પણ સવાલો ઉઠી રહયો છે. બજારમાં ગણપતિબાપાની મૂર્તિ તો વેંચાઈ રહી છે પરંતુ તેમને ખરીદનારૂ કોઈ નથી. જેનાં કારણે આ વર્ષે મૂર્તિકારોને નુકશાની વેઠવી પડશે. આગામી રર ઓગષ્ટથી ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે ત્યારે હજુ સુધી ગણેશ મહોત્સવનો ઉત્સાહ અને ઉંમગ જાેવા મળતો નથી પરંતુ બજારોમાં વિવિધ પ્રકારનાં ગણપતિબાપાની મૂર્તિ આવી ગઈ છે. મૂર્તિકારો તો મૂર્તિ તો બનાવે છે પરંતુ તેને ખરીદવા માટે કોઈ આવતું નથી ત્યારે સોૈરાષ્ટ્ર ભૂમિ દ્વારા ગણપતિબાપાની મૂર્તિ વેંચનાર મૂર્તિકાર સાથે વાતચિત કરતા તેમને જણાવ્યું હતું કે, મારૂ નામ અમૃત ભાટી છે અને હું પાલીતાણાનો રહેવાસી છું અત્યારે જૂનાગઢમાં ગણપતિબાપાની મૂર્તિ બનાવું છું. અમે પીઓપીની મૂર્તિ વંશ વારસાગતથી બનાવીએ છીએ. મારી પાસે પીઓપીની મૂર્તિ છે જ બનાવવાનો હુન્નર પરતું તેમનું વેંચાણ આ વર્ષે થતું નથી. પીઓપીની મૂર્તિ લેવા માટે લોકો તૈયાર થતા નથી. ગત વર્ષની મૂર્તિને રંગરોગન કરી ફરી વેંચાણ કરીએ છીએ પરંતુ તેમનું પણ વેંચાણ થતું નથી. હુંં પ૧ રૂપિયાથી પ૧ હજાર રૂપિયાની મૂર્તિ બનાવું છું. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ૧૧૦૦ રૂપિયાની મૂર્તિ બનાવી છે તો પણ તે મૂર્તિનું વેંચાણ થતું નથી. મારી પાસે રહેલી મૂર્તિમાંથી માત્ર ત્રણ જ મૂર્તિનું વેંચાણ થયું છે. જેમાં પણ લોકો કહીને ગયા છે કે જાે તંત્ર મૂર્તિનું વિસર્જન કરવા દેશે તો જ આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે નહીતર ફરી પાછી આપી જઈશું. ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવે છે કે માટીની મૂર્તિ બનાવવી જાેઈએ પરંતુ તેમની કારીગરી આવડતી નથી અને પીઓપીની મૂર્તિ બનાવવાનો ધંધો વર્ષોથી બાપ-દાદા પાસેથી શીખ્યો છે. આથી દર વર્ષો પીઓપીની મૂર્તિ બનાવીને રોજી-રોટી મેળવીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ મહોત્સવને હવે માત્ર બે દિવસ રહ્યા છે તેમ છતા જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ ગણપતિ વિસર્જન કરવા દેશે કે નહી તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જાે કે ગત વર્ષે અલગ-અલગ વિસ્તારમાં ગણપતિ વિસર્જનમાં પાણીનાં કુંડ બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ તેવી કોઈ સુવિધા થશે કે નહી ? તેવો સવાલ મૂર્તિકારે ઉઠાવ્યો છે. ભગવાન ગણેશજી આ પ્રશ્ને કશોક માર્ગ કાઢશે તેવો આશાવદ વ્યકત કર્યો હતો. કારણ કેે તંત્રને અમારા પ્રશ્નોના ઉકેલ માટે કોઈ જ સમય નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!