ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક મળી રહી છે. ભાજપ કાર્યાલય ખાતે સી.આર.પાટીલનું આગમન થતાં જીલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને પ્રેરક ઉદબોધન કરવામાં આવનાર છે. સંગઠનને માટે અતિ મહત્વની આ બેઠક ગણાવાઈ રહી છે. જૂનાગઢ શહેર ભાજપનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી. અને આજે જીલ્લા ભાજપ સાથે બેઠક યોજાઈ રહી છે. જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઈ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews