ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ગઈકાલે ગીર-સોમનાથ બાદ જૂનાગઢ જીલ્લાનાં પ્રવાસે આવતા તેમનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર જીલ્લા ભાજપનાં કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક મળી હતી. ભાજપનાં કાર્યકર્તાઓને સંબોધન કરતા સી.આર.પાટીલને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાનને વરેલી પાર્ટી છે. આ પક્ષમાં સગાવાદ જુથવાદ કે આયાતી ઉમેદવારોને કોઈ સ્થાન નથી. પ્રજાહિતનાં કાર્યો ગુજરાત રાજયની જનતાનું હિત તેમનું મુખ્ય લક્ષ્ય છે. તેવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને આ ભાજપ પક્ષ પોતાની સાથે સમાવશે. ગુજરાતનાં સંર્વાગી વિકાસને મુખ્યમંત્રીશ્રી તેમજ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કંડારેલી કેડી ઉપર ગુજરાત આમ પ્રજા સર્વે વાતે સુખી રહે તેવી નૈમ વ્યકત કરી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ગઈકાલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા બાદ વેરાવળ તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમનો આરંભ કર્યો હતો. જૂનાગઢમાં તેઓનું ઠેર-ઠેર શાનથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભાજપનાં કાર્યકર્તાઓ સાથે મિલન સમારોહ યોજાયો હતો. આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજયા બાદ બપોર પછી ખોડલધામ (કાગવડ) જવા રવાના થશે.
ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકત થયા બાદ ગઈકાલે સૌપ્રથમ વખત સી.આર. પાટીલ જૂનાગઢ આવ્યા હતા જેનું ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ઠેર-ઠેર કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. સી. આર. પાટીલનું માળીયાહાટીના અને કેશોદમાં ભવ્ય સ્વાગત કરાયા બાદ તેમણે ઉમિયા માતાજીના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યા હતા અને બાદમાં તેમનું જૂનાગઢ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આજે તેઓ જૂનાગઢ જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજી ખોડલધામ જશે.
ગઈકાલે બપોર બાદ જૂનાગઢ જિલ્લામાં પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું સૌપ્રથમ માળીયા હાટીના ગળોદર ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરાયા બાદ તેઓ કેશોદમાં ધારાસભ્ય દેવાભાઈ માલમના કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા. આ તકે તેમનું વેપારી સંગઠન, વિવિધ સમાજના લોકોએ સ્વાગત કર્યા બાદ સી.આર.પાટીલ ગાઠીલા ઉમિયા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. ગાઠીલા ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા તેમજ આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ પાસે તેમનું કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું. કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ હોલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહિલ સહિતના આગેવાનો, કાર્યકરોએ સન્માન કર્યું હતું. મંચ ઉપર ઉપસ્થિત જનસંઘના રત્નાબાપા ઠુંમરે સી.આર. પાટીલનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોને પ્રેરક સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ અને સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી અને બપોર બાદ ખોડલધામ રવાના થયા હતાં. જેતપુર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews