જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં કેસ હજુ પણ રોજબરોજ નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૦ કેસ નોંધાયા હતા જે પૈકી જૂનાગઢ શહેરમાં ૧૧, જૂનાગઢ ગ્રામ્યમાં કોરોનાનો ૧ કેસ તેમજ કેશોદ -ર, ભેસાણ, માળીયા, માણાવદર, માંગરોળ, વંથલી અને વિસાવદરમાં કોરોનાનો ૧-૧ કેસ નોંધાયો છે. જયારે ર૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૪પ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયેલ છે જેનાં રર૬૯ ઘરોમાં ૮૩૯૮ લોકો વસવાટ કરી રહેલ છે. કોરોના મહામારીના કેસો હજુ પણ નોંધાઈ રહેલ છે ત્યારે લોકોને સેનીટાઈઝેશન બાબતે વધુને વધુ સતર્ક રહી કાળજી રાખવાની જરૂર હોવાનું જૂનાગઢ જીલ્લા પંચાયત તથા જૂનાગઢ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews