ખંભાળિયા નગરપાલિકામા એમ્બ્યુલન્સના ચાલક તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ પ્રમાણિકતા દાખવી, અકસ્માત બાદ ઈજાગ્રસ્તના કિંમતી દાગીના પરત કરી અને પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા નજીક તાજેતરમાં એક મોટરકારને અકસ્માત થતાં તેમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેમાં ઘવાયેલાઓને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ માટે ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સ દ્વારા ઘવાયેલાઓને અહીંની સરકારી હોસ્પિટલ ખસેડવા માટેની તજવીજ દરમ્યાન એમ્બ્યુલન્સના ચાલક નીરૂભા ઝાલાએ ઘટના સ્થળે પહોંચી અને જોતા ઈજાગ્રસ્તના કિંમતી દાગીના આ સ્થળે જોવા મળ્યા હતા. તેથી તેમણે આ દાગીના લઈ અને સુરક્ષિત રીત ઈજાગ્રસ્તના પરિવારને મળે તે માટે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવીને સોંપીને પ્રમાણિકતા દાખવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews