ઉનાનાં ગુપ્ત પ્રયાગ ખાતે ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઈ વંશની અધ્યક્ષતામાં ઉના ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે વૃક્ષારોપણ સાથે પુષ્પાજલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, બાલુભાઈ હીરપરા, અરજણભાઇ મજીઠીયા, ગુણવંતભાઈ તળાવીયા તેમજ તમામ સરપંચ ઉપસરપંચ અને સભ્ય તેમજ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહી સરકારનાં નિયમોના પાલન સાથે પુષ્પાજલી અર્પિત કરી રાજીવજીનાં રાજકીય જીવન રાષ્ટ્રની પ્રગતિને નવિદિશા આપીને વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરી મજબુત રાષ્ટ્ર નિર્માણના યાદગાર પ્રસંગોને વાગોળી તેમના જન્મ દિવસ ઉપર તેમના આદર્શોને ફરી ફરી કલ્પનાઓ સાથે ઉજાગર કરવા સંકલ્પ કરેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews