ગીર-સોમનાથનાં આજાેઠા ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાળાનાં યુવા ધારાસભ્ય ભગવાનાઈ બારડની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સ્પુકત ઉપક્રમે સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ સાથે પુષ્પાજંલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ જાદવ, વેરાવળ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ હિરેનભાઈ બામરોટીયા, વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ રાયઠઠા, જીલ્લા પંચાયત વિરોધપક્ષનાં નેતા નારણભાઈ મેર, મેરૂભાઈ પંપાણીયા, દેવાતભાઈ (ભગત), વલ્લભભાઈ માકડીયા, ભગુભાઈ વાળા, બળવંતભાઈ પરમાર, વશરામભાઈ સોલંકી, કાળાભાઈ મકવાણા, મનસુદભાઈ મકવાણા, આજાેઠાનાં સરપંચ વીરાભાઈ તથા ગ્રામ પંચાયતનાં સભ્યો તેમજ કોંગ્રેસ મહિલા અગ્રણીઓ ઉષાબેન કુસકીયા, યાસ્મીનબેન ચોૈહાણ, કાજલબેન ભજગોતર, નઝમાબેન પંજા, કાજલબેન લાખાણી સહિતની મહિલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી નિયમોનાં પાલન સાથે પુષ્પાજંલી અર્પિત કરી રાજીવજીનાં ટુંકા પરંતુ રાજકીય જીવન રાષ્ટ્રની પ્રગતિને નવિદિશા આપીને વિવિધતામાં એકતાનાં સૂત્રને સાર્થક કરી મજબુત રાષ્ટ્ર નિર્માણનાં યાદગાર પ્રસંગોને વાગોળી તેમનાં જન્મ દિવસ ઉપર તેમનાં આદર્શોને ફરી ફરી કલ્પનાઓ સાથે તેમનાં આદર્શોને ઉજાગર કરવા સંકલ્પ કરેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews