માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ર૧ બતકનાં બચ્ચાઓને બચાવાયાં

0

પક્ષીઓ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એ બંધનમાં નહીં, પરંતુ કુદરતના ખોળે જ વિહરતા સારા લાગે. બન્યું એવું કે માંગરોળ નજીકના બુધેચા ગામે નાળીયેરીના બગીચામાં એક ઝાડ ઉપર ચંદન ઘો આવી ચઢતા હેબતાઈ ગયેલી બતક અને તેના ૧૯ બચ્ચા નીચે પડ્યા હતા. વાડી માલિકે તેને બચાવવા પર્યાવરણ સાથે સંકળાયેલી સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતા તેઓ ત્યાં પહોંચી બતક અને બચ્ચાને ત્યાંથી લઈ જઈ ૩૩ કિ.મિ. દુર શીલના તળાવમાં મુક્ત કર્યા હતા. પરંતુ મોડી સાંજે વાડીમાં વધુ બે બચ્ચા નજરે પડતા, આ બચ્ચા તેની માતાથી વિખુટા ન પડી જાય તે માટે તેને ત્યાંથી લાવી, માદા બતક અને ૧૯ બચ્ચાઓને જ્યાં છોડ્યા હતા ત્યાં સતિષભાઈ પંડિત સહિતના યુવાનોની ટીમે ટયુબના સહારે તળાવમાં જઈ વિખુટા પડેલા બચ્ચાઓનું માતા સાથે મિલન કરાવ્યું હતું. આજરીતે અગાઉ એક રોઝનુ નવજાત શિશુ માતા થી વિખુટુ પડી જતા ભર તડકામાં વાડી, ખેતર ખુંદી ને તેનુ તેની માતા સાથે મિલન કરાવેલ હતું. સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ગત લોકડાઉન દરમ્યાન લગભગ નાનામોટા ૨૬૦ જેટલા પશુ પક્ષી જેમાં મોર, ઘુવડ, કબુતરો, વિસફાડ (વીજ) વિગેરેની સારવાર કરવામાં આવી હતી અને કુદરતના ખોળે મુકવામાં આવેલ હતાં અને જરૂરીયાત જણાય ત્યરાં વન વિભાગને સોંપી વધુ સારવાર માટે અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે પણ મોકલેલ હતાં તેમ સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું. આ સંસ્થા માંગરોળ, માધવપુર, શીલ, મકતુપુર તથા અનેક વિસ્તારોમાં પર્યાવરણપ્રેમી યુવાનો દ્વારા સતત સેવાકીય પ્રવૃતિ સાથે સક્રિય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!