માળીયા હાટીનાના ગળોદર ગામેથી ફોરટ્રેક હાઇવે જેતપુર સામે પસાર થઇ અને ગળોદર થી આંત્રોલી સુધીનો ફોરટ્રેક બનાવવાનો નવો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જુથળ, શકરાણા, લંબોરા, ઢેલાણા, ભાટગામ, સુલતાનપુર, ગોરેજ, ચંદવાણા, નગીચાણા, ફરંગટા, બામણવાડા સહીતના ગામોમાંથી આ ફોરટ્રેક હાઇવે બનાવવાની યોજના ઘડાઇ રહી છે અને આ રોડનું સર્વે શરૂ કરતાની સાથે જ આંદોલનના ભણકારા વાગ્યા છે. જેમાં સરપંચ એશોસીએશનના પ્રમુખ ભાવેશ ડાભીએ માંગરોળ મુકામે તમામ ગામોના સરપંચોને બોલાવી આ ફોરટ્રેક નહી બનવા દેવા વિરોધ કરાયો હતો અને તમામ સરપંચોના લેટરપેડ ઉપર આ ફોરટ્રેક નહી બનાવવા લેખીત રજૂઆતો કરાઇ હતી અને મામલતદાર માંગરોળને આવેદન આપીને આ ફોરટ્રેક અહીથી પસાર નહી કરવા જણાવાયું હતું. જો અહીથી આ ફોરટ્રેક પસાર થાઇ તો હજારો ખેડૂતોની જમીન સંપાદન થાય જેથી ખેડૂતો નોધારા બને જેથી અહીથી આ રોડ નહી કરવા લેખીતમાં જણાવાયું છે. જયારે આવેદનપત્ર આપવા સરપંચ એશોસીએશનના પ્રમુખ ભાવેશ ભાઈ ડાભી, સરપંચ ભનુભાઈ પરમાર સહિત અન્ય સરપંચો, ખેડૂત આગેવાનો જોડાયા હતા. તેમજ લોકોને વિવિધ પ્રકારની સમજણ ધીરૂભાઇ સોલંકીએ આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews