ખોડલધામ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રજતતુલા કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકાના સાંકળી ગામે રાજકોટ જીલ્લામાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને સી.આર.પાટીલને યુવા મંત્રી જયેશ રાદડીયા આવકારવામાં આવ્યા હતા. તેમજ આ તકે સમસ્ત લેઉઆ પાટીદારના કુળદેવી માં ખોડલના ધામ ખોડલધામ ખાતે સી.આર.પાટીલએ યુવા મંત્રી જયેશ રાદડીયા સાથે માં ખોડલના દર્શન કરીને માંના આશીર્વાદ લીધેલ તેમજ ખોડલધામ ખાતે સી.આર.પાટીલજીના રજતતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખોડલધામના નરેશભાઇ પટેલ, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, રાજ્યના પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ, કેન્દ્રીય ગૌરક્ષા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ જીલ્લાના પ્રભારી પ્રકાશભાઈ સોની, રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખિયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ભરતભાઇ બોઘરા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા, મનસુખભાઈ ખાચરિયા, કિશોરભાઈ રાઠોડ, રમાબેન મકવાણા, કિશોરભાઈ શાહ, વિજય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!