આવતી કાલથી ગણેશોત્સવ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘરે બેઠા ઉજવણી થશે

0

આવતી કાલથી ગણેશોત્સવનો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રારંભ થશે. આ વખતે કોરોનાના કારણે ઘરે બેઠા સાદાઇથી ઉજવણી કરાશે. અને સામુહીક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભારતભરમાં તા.રર થી તા.૧ સુધી ગણપતિજીની આરાધનાનું મહાપર્વ ગણપતિ ઉત્સવનું આયોજન વિવિધ શહેરોમાં કરાયું છે. જો કે કોરોનાના સંક્રમણના ભયથી અમુક સ્થળોએ સાદાઇથી ગણપતિ ઉત્સવ ઉજવાશે. તો અમુક સ્થળોએ દુંદાળા દેવના દર્શન બંધ રાખતા કાર્યક્રમો પણ રદ કરાયા છે. ઘણા સ્થળોએ ઓનલાઇન દર્શન થઇ શકે તેવી વ્યવસ્થા કરાશે. તા.રર શ્રી ગણેશોત્સવ શરૂ થઇ રહયો છે. આ વખતે મહામારીના સમયમાં શ્રી ગણેશોત્સવ સરકારશ્રીના આદેશનુસાર અને ગાઇડ લાઇન મુજબ સાદાઇથી ઉજવાશે. દરેક ભકતોએ મોઢે માસ્ક પહેરીને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને દર્શન કરવાના રહેશે આવતી કાલથી જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર-કચ્છમાં ગણપતિબાપા મોરીયાનાં નાદ ગુંજી ઉઠશે. અધિક માસ આવતો હોવાથી નવરાત્રી પણ એક મહીનો પાછળ જવાથી લોકોમાં એવી આશા બંધાઈ છે કે કોરોનાની મહામારી કદાચ સપ્ટેમ્બર મહીનામાં ઓછી થઈ જાય તો નવરાત્રી મહોત્સવ ઉજવવા લોકો થનગની રહયા છે. પરંતુ તે તો સમય આવ્યે ખબર પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!