જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મૌસમનો કુલ વરસાદ ૧૦૦ ટકાથી વધુ નોંધાયો

ચાલુ વર્ષે મેઘરાજાએ સોરઠ પંથક ઉપર અપાર કૃપા કરી છે અને હજુ ચોમાસાની સિઝન બાકી છે ત્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મૌસમનો કુલ વરસાદ (૧,૦૦૦ મીમી)૧૦પ.૧પ ટકા નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય ઉપરાંત જૂનાગઢ તાલુકામાં પણ મૌસમનો કુલ વરસાદ ૧૦૦ ટકાથી વધારે નોંધાયો છે. જૂનાગઢ તાલુકામાં કેશોદ તાલુકામાં (૧૧૧૩ મીમી) ૧૩૧. ૪૦ ટકા, ભેસાણ (૯૬૮ મીમી.)૧૪૦. ૪૯ ટકા, મેંદરડા (૧૦૧૪ મીમી)૧૦૮.પ૭ ટકા, માંગરોળ (૮૭૪ મીમી)૧૦૧.૬૩ ટકા, માણાવદર (૧૧૪૬ મીમી)૧૪૩.૦૭ ટકા, માળીયા હાટીના (૧૧૩૬ મીમી) ૧૧પ.ર૧ ટકા, વંથલી (૧૧૧૪ મીમી)૧રર.૬૯ અને વિસાવદરમાં (૧૩ર૮ મીમી)૧રપ. ૮૮ ટકા વરસાદ નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!