જૂનાગઢની સિવીલ હોસ્પિટલની વધુ એક ભયંકર બેદરકારીસામે આવી – કોરોના દર્દીનો મૃતદેહ અઢી કલાક સુધી ટોયલેટમાં પડયો રહયો

જૂનાગઢની સિવીલ હોસ્પિટલ જેમ અધતન સુવિધાથી વિખ્યાત બનેલ છે અને અહીં આવનારા દર્દીઓને તમામ શ્રેષ્ઠ સારવાર મળે તે માટેના દાવા કરવામાં આવી રહયા છે. તો બીજી તરફ આ હોસ્પિટલમાં બેદરકારીની અનેક ક્ષતિઓ સામે આવી છે. આજે કોરોના વોર્ડ ૭૦૧ સાતમા માળે આવેલા આ વોર્ડનાં ટોયલેટમાં એક કોરોના દર્દીનો મૃતદેહ પડયો હોવાની અઢી કલાક સુધી કોઈને ખબર ન પડતા બેદરકારી બહાર આવી છે. આ અંગે મળતી વિગત અનુસાર સવારે ૭ વાગ્યે કોરોનાનાં દર્દીનો મૃતદેહ ટોયલેટમાં પડયો હોવાનું છેક ૧૦ વાગ્યાની આસપાસ ખુલવા પામેલ છે. અને સતત બે થી ત્રણ કલાક સુધી કોઈને આ બાબતનો ખ્યાલ જ આવ્યો નહીં. તે જાેતા સિવીલ હોસ્પિટલની આ બેદરકારી સામે રોષ ફેલાયો છે. આ લખાય છે ત્યારે ટોયલેટમાં પડેલી ડેડબોડી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અને વિશેષમાં જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને રામ ભરોસે મુકી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!