જૂનાગઢનાં જેઈલ રોડ ઉપર આવેલ અલહરમ એપાર્ટમેન્ટ સામે રહેતા સલીમભાઈ ઉંમરભાઈ વીરાણી (ઉ.વ.૪૮)એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૯-૮-ર૦ર૦ કલાક ૧૯ થી તા.ર૧-૮-ર૦ર૦ કલાક પ સમયગાળા દરમ્યાન બનેલા બનાવમાં જણાવેલ છે કે, ફરીયાદી ઉનામાં આવેલ મીણા સૈયદઅલી દરગાહે દર્શન કરવા ગયેલ હોય ત્યાંથી પરત આવેલ ત્યારે ફરીયાદીના રહેણાંક મકાનમાંથી રૂા.૪૦હજારની રોકડ તથા સોનાના પંેડલ સાથેનો ચેઈન અને તથા સોનાની બુટી વગેરે મળી રૂા.પ૦ હજારનાં મુદામાલની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews