જૂનાગઢમાંથી ૧૧પ૬ બોટલ ઈંગ્લીશ દારૂ જપ્ત : ત્રણ સામે કાર્યવાહી

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા તથા દારૂ-જુગારનાં ગુનાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત
રીડર પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એબ્સ્કોન્ડર સ્કવોડનાં પીએસઆઈ પી.જે. રામાણી, ગીરૂભા, એસ.એમ. દેવરે, સાયબર પોલીસ સ્ટેશનનાં હે.કો. જે.પી. મેતા, આર.આર. વાળા, ભુપતસિંહ ડોલરસિંહ, રમેશભાઈ શીંગરખીયા, ભરતભાઈ આણંદભાઈ, પ્રવિણસિંહ મોરી સહીતનાં સ્ટાફને બાતમી મળતાં જૂનાગઢનાં ગિરનાર દરવાજા, ચામુંડા ઢોળા ઉપર આવેલ થોભણભાઈ સાંભાભાઈનાં મકાનનો કબ્જાે ભોગવટો લખન મેરૂ તથા તેનાં માણસો પાસે હોય આ જગ્યાએ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોવાની હકીકત મળતાં રેડ પાડતાં ઈંગ્લીશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ-૧૧પ૬ કિંમત રૂા. ૪,૬૬,૦૦૦નો મુદામાલ મળી આવતાં જપ્ત કરવામાં આવેલ છે. અને લખન મેરૂ ચાવડા, એભા મેરૂ ચાવડા, કાના જેકીભાઈ ખાંભલાએ મંગાવેલ હોય જેથી તેઓનાં વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસમાં પ્રોહીબીશન એકટની કલમ ૬પ-ઈ, ૮૧, ૧૧૬-બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!