ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા જૂનાગઢ જિલ્લા સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને અનુરોધ

0

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો(મકાન) બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહિ. આ યોજના હેઠળ સફાઇ કામદારો કે તેમના આશ્રિતોને રહેણાંક પાકા મકાનો બનાવવા માટે વ્યક્તિગત રૂા.૧,૨૦,૦૦૦/- (એક લાખ વીસ હજાર)ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ https://esamajkalyan.gujarat. gov.in પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેથી જૂનાગઢ જિલ્લાના તમામ સફાઇ કામદારો તેઓના આશ્રિતોએ નોંધ લેવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતિ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અનુસૂચિત જાતિ કલ્યાણ)ની કચેરી, બહુમાળી ભવન,બ્લોક નં. ૧/૩, સરદાર બાગ પાસે જૂનાગઢનો સંપર્ક કરવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!