ભાદરવા શુદ પાંચને રવિવાર તા.ર૩-૮-ર૦નાં દિવસે ઋષી પાંચમ છે. ઋષિષિપંચમીનાં દિવસે વ્રત રહેવાથી જીવનનાં બધા જ અશુભ દોષો નાશ પામે છે. ઋષિ પંચમીનાં દિવસે સવારે નીત્ય કર્મ કરી અને સોૈ પ્રથમ ગણપતિ દાદાનું પૂજન કરવું. ત્યાર પછી એક સફેદ વસ્ત્ર પાટલા અથવા બાજાેઠ ઉપર પાથરી અને તેનાં ઉપર ચોખાની ઢગલી કરવી તેનાં ઉપર કળસ અને શ્રીફળ મુકી સોપારીમાં સપ્ત ઋષિનાં નામ અને તેની આવહન કરવું. સોપારીમાં સપ્ત ઋષિનું પૂજન કરવું. આ પૂજન કર્યા બાદ ઋષિપંચમીની કથા વાંચવી અને આ દિવસે બ્રાહ્મણ ભોજન કરાવું, આ દિવસે પોતે ઉપવાસ અથવા એકટાંણુ રહેવું. આમ સાત ઋષિનાં નામ બોલી પૂજન અને એકટાંણુ રહેવાથી જીવનનાં બધા જ દોષોનો નાશ પામે છે. સપ્ત ઋષિનાં નામ : ૧.વશિષ્ઠ, ર. કશ્યપ, ૩. અત્રી, ૪. જમદગ્નિ, પ. ગોૈતમ, ૬. વિશ્વામિત્ર, ૭.ભારદ્રાજ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews