જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરેલ છે. જૂનાગઢના જાેષીપરામાં વિરાટનગર-ર ના પાર્કિંગમાં પોલીસ હેડ કોન્સ ડી.એસ. બાબરીયા અને સ્ટાફે જુગાર દરોડો પાડી ૪ શખ્સોને રોકડા રૂા. પ૭૪૦ સાથે ઝડપી લીધેલ છે. જૂનાગઢના મધુરમ બાયપાસ, વંથલી રોડ ખાતે સત્યમ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા. ૯૬,૩૪૦ના રોકડ, મુદામાલ સહિત પોલીસ કોન્સ. ગોવિંદભાઈ ભોવાનભાઈ અને સ્ટાફે ઝડપી લીધેલ છે. વિસાવદરના પોલીસ કોન્સ. ભાવેશભાઈ કાળાભાઈ અને સ્ટાફે જાંબુડી ગામે રામજી મંદિર ચોકમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા. ૪૮૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. તેમજ કેશોદની એન.પી. કોલેજ પાછળ પોલીસ કોન્સ. બી.કે.ભલગરીયા અને સ્ટાફે જુગાર દરોડો પાડી ૭ શખ્સોને રૂા. ર૩,૭૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. માંગરોળના એએસઆઈ એન.આર. વાઢેર અને સ્ટાફે વણકરવાસ ખાતે જુગાર દરોડો પાડી ૬ શખ્સોને રૂા. ૧૦,૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. શીલના ચાંખવા પોલીસ હેડ કોન્સ. કરશનભાઈ ભીમાભાઈ અને સ્ટાફે જુગાર દરોડો પાડી રૂા. ૪૬,૯૮૦ના મુદ્દામાલ સાથે ૪ શખ્સોને ઝડપી લીધેલ છે. જુગારની રેડ દરમ્યાન ચાર શખ્સો નાસી ગયા હતા. જુગાર રમતા પકડાયેલા તમામ શખ્સો સામે જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!