રાજયના સામાન્ય વહીવટી વિભાગે ગુજરાત કેડરના ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશ્નર આઇ.એ.એસ.ની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક કરી છે. જેમાં પ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે ૨૦૧૮ બેંચના આઠ પ્રોબેશ્નર આઈ.એ.એસ.ની આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક આપી છે. રાજ્ય સરકારે ૨૦૧૮ બેંચના જે આઠ આઈએએસ અધિકારીઓને આસિસ્ટન્ટ કલેક્ટર બનાવ્યા છે તેમાં પાંચ મહિલા આઈએએસ અધિકારીઓ આસિસ્ટન્ટ કલેક્ટર પણ બની છે. આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમાયેલા અધિકારીઓમાં શિવાની ગોયલને વડોદરા ગ્રામ્યમાં ડભોઇ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક આપી છે. અંકિત પન્નુને જુનાગઢ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, ઉત્સવ ગૌતમને અમરેલી જિલ્લાના લાઠી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, મમતા હરેશ પોપટ (શ્રીમતી મમતા હાર્દિક હીરપરા)ને અમદાવાદ જિલ્લાના ધંધુકા આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, પુષ્પલતાને ભાવનગર આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, અક્ષયા બુદાણિયાને જામનગર જિલ્લામાં જામનગર ગ્રામ્ય આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, જાસ્મિન હસરતની દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે અને સ્નેહલ પુરૂષોત્તમ બાપકરને આણંદ જિલ્લાના ખંભાત આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક આપી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews