સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી

વિઘ્ન હર્તા દેવ ભગવાન ગણેશજીના ઉત્સવ ગણપતિ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન ગણેશજીને પ્રિય એવા મોદકનાં લાડુ એવા ઘરે – ઘરે આજે પ્રસાદમાં ધરવામાં આવી રહેલ છે. આજે કોરોનાનાં મહામારીનાં સમયમાં લોકો પોતાના જ ઘરે ગણપતિ પૂજન અને ધાર્મિક કાર્યો કરી રહયા છે. ગણેશ ઉત્સવની ઉજવણીનો આજથી જયારે પ્રારંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્ર દૈનિક પરિવાર દ્વારા આજે સૌરાષ્ટ્રભૂમિ કાર્યાલય ખાતે તંત્રીશ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય અને સહતંત્રી અભિજીત ઉપાધ્યાય દ્વારા વિધીવત રીતે ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ હતું અને પાંચ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને તકેદારી સાથે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવશે. સમગ્ર વિશ્વ અને લોકોનાં કલ્યાણ અને કોરોનાની મહામારીમાંથી સર્વને ઉગારવા અને સર્વેજન સુખાઈની પ્રાર્થના સાથે ભગવાન ગણેશજીને અંતકરણની પ્રાર્થના કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા ગણપતિ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!