જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા એક જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જૂનાગઢ જીલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવી હતી.
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે. ત્યારે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના ધ્યાને આવેલ માહિતી મુજબ રીક્ષા ચાલકો પોતે માસ્ક નહીં પહેરતા હોવાની તથા વધુ માસ્ક ગળે લટકાળી રાખી, જ્યારે પોલીસ પસાર થાય ત્યારે મોઢા ઉપર માસ્ક ચઢાવતા હોવાની મળેલ માહિતી આધારે રિક્ષાચાલકોમાં જાગૃતિ લાવવા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ શહેર એ, બી, સી, ભવનાથ પોલીસ સ્ટેશનનાના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમો દ્વારા જૂનાગઢ શહેરમા આવેલ જુદા જુદા રીક્ષા સ્ટેન્ડ ઉપર રીક્ષા ચાલકો તથા વાહન ચાલકોને એકત્રીત કરી, રીક્ષા ચાલકોને બ્રિફિંગ કરવામાં આવેલ હતું. જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી, એ ડિવિઝનના ઇન્ચાર્જ પી.આઈ. એચ.આઈ.ભાટી, સી ડિવિઝનના ઇન્ચાર્જ પીએસઆઇ વી.યુ.સોલંકી, સહિતના અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી, સોશિયલ ડિસ્ટનસમાં તમામ રીક્ષા ચાલકોને ભેગા કરી, હાલમાં દંડની રકમ રૂ. ૧,૦૦૦/- કરવામાં આવેલ હોઈ, રીક્ષા ચાલકોની આવક એટલી ના હોય ત્યારે પોલીસનો હેતુ વધુ દંડ વસુલ કરવાનો નથી પણ લોકોને માસ્ક પહેરાવવાનો જ છે, તેવું સમજાવી, રીક્ષા ચાલકોને દંડ ભરવો ભારે પડશે. જેથી માસ્ક અવશ્ય પહેરવા તાકીદ કરવામાં આવેલ હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફ દ્વારા પણ રીક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રુટની લારીઓ તથા અન્ય લારીઓ વાળા તેમજ મજૂરો અને ફૂટપાથ ઉપર વસવાટ કરતા ગરીબ માણસોને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવી, મફતમાં માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું. ઉપરાંત, પેસેન્જરો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેસે, પેસેન્જરો પણ અવશ્ય માસ્ક પહેરે, રીક્ષા સ્ટેન્ડ ઉપર પણ બધા રીક્ષા ચાલકો ભેગા થઈને બેસવાના બદલે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેસે અથવા ઉભા રહે, રીક્ષામાં સેનેટાઇઝર રાખે, જેનો પોતાના માટે તેમજ પેસેન્જરો માટે ઉપયોગ કરે, એ પ્રકારે સુચનાઓ આપી, રિક્ષા ચાલકો તથા વાહન ચાલકોમાં જન જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. ઉપરાંત રીક્ષા ચાલકો તથા વાહન ચાલકોને મફતમાં માસ્ક વિતરણ પણ કરવામાં આવેલ હતું. રીક્ષા ચાલકો દ્વારા પણ નિયમોના પાલન કરવા તેમજ માસ્ક વગરના પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડવામાં જ નહીં આવે, તેવી ખાત્રી આપેલ હતી. સામાન્ય રીતે, લોકો દ્વારા ગળામાં માસ્ક લટકાવી રાખવામાં આવે છે અથવા ખિસ્સામાં રાખવામાં આવે છે અને પોલીસને જોઈ જતા અથવા પોલીસ દ્વારા ટોકવામાં આવે ત્યારે જ માસ્ક પહેરવામાં આવે છે. જૂનાગઢ પોલીસ દ્વારા હાલમાં જ્યારે માસ્ક નહીં પહેરવાનો દંડ રૂ. ૧,૦૦૦/- થયેલ છે, ત્યારે સામાન્ય નાગરિકો દંડ ભરવા સક્ષમ નથી હોતા એવા લોકોને મફતમાં માસ્ક આપી, પહેરાવી, જાગૃતિ લાવવાના નવતર પ્રયોગની પ્રસંશા થઈ રહી છે અને માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા આવા લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય હોવાનું જણાવી, જૂનાગઢ વાસીઓને પોલીસ દંડ કરે, એ વિકલ્પ નથી પણ માસ્ક પહેરવું એ લોકોના હિતમાં હોવાનું પણ સમજાવવામાં આવેલ હતું. જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગની લોકોમાં પ્રસંશા થઈ રહી છે અને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા બહાર નીકળતા લોકોએ હવે સાવચેતી રાખી, માસ્ક પહેરવા જોઈએ, એવી ભાવના પણ જાગૃત થયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews