જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ ફરી વળ્યો છે. ગઈકાલે દિવસ દરમ્યાન વરાપ જેવું વાતાવરણ રહયા બાદ આજે સવારથી જૂનાગઢ અને સોરઠ પંથકમાંવરસાદી માહોલ છવાઈ ગયો હતો. છેલ્લા ર૪ કલાકમાં દોઢ, કેશોદ, મેંદરડા, માંગરોળ, માળિયા અને માણાવદરમાં ૧-૧ ઈંચ વરસાદ જયારે કેશોદ તાલુકાનાં કરેણી તથા આસપાસનાં વિસ્તારોમાં વરસાદ પડતા નદીઓમાં ભારે પુર આવ્યાં હતાં. જૂનાગઢ આજે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે આ લખાય છે ત્યારે ભારે વરસાદનાં ઝાપટા પડી રહયા છે. બપોરનાં ૧ર સુધીમાં જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં પોણો ઈંચ વરસાદ પડયો છે. અને આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews