માણાવદર પંથકમાં સર્વત્ર વરસાદ આખો દિવસ ચાલુ જ રહયો હતો. બે ઈંચથી માંડીને ૭ ઈંચ સુધી વરસાદ પડયો હતો. તાલુકામાં મૌસમનો કુલ વરસાદ ૧પ૦ ટકા પડી ચુકયો છે. તમામ ડેમો અને નદી-નાળા ઓવરફલો થઈ ગયા છે. માણાવદર બસ સ્ટેન્ડમાં ૩ ફુટ પાણી ભરાયા હતાં. માણાવદર શહેરમાં બે ઈંચ, બુરી, જીલાણા, લીબુંડા, નાકરા, નાનડીયામાં ત્રણ ઈચ, જીંજરી ગામે બારેય મેઘ ખાંગા થતાં ૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. ગામ ફરતે પાણી ફરી વળ્યા હતાં. ભારે વરસાદથી ગામ વિખુટુ પડી ગયું હતું. ગામ નજીકની નદીનાં પુરથી પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદનાં કારણે બાંટવા ખારા ડેમનાં ૩ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવેલ છે. જીંજરી ગામે પાણી ફરી વળતાં ગામમાંથી કોઈ બહાર આવી શકે તેમ નથી કે બહારથી કોઈ ગામમાં જઈ શકે તેમ નથી તેવી સ્થિતિ છે. ભારે વરસાદથી પાકને નુકશાન થવાનો ભય ખેડૂતોમાં સેવાઈ રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews