દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સવારે બે કલાકમાં મુશળધાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે શનિવારે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદે દસ વાગ્યા સુધીમાં ૯૮ મીમી પાણી વરસાવી દીધું હતું. આ મુશળધાર વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા અને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ છે. આ સાથે ભાણવડમાં મોસમનો કુલ વરસાદ ૭૩ ઈંચ (૧૮૨૨ મીમી) થયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews