જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજથી ગણપતિ મહોત્સનો પ્રારંભ થયેલ છે. ગણેશશોત્સવના પ્રારંભે બજારમાં ભવિકો ગણેશ ભગવાનની મર્તિ ખરીદવા ઉમટયા હતા. તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહેલ હોય તેના મોટા પંડાલો, મોટી મૂર્તિઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે અને શ્રધ્ધાળુઓ પોતાના ઘરે જ ગણેશ ભગવાનની સ્થાપના કરી અને ગણેશોત્સવ દરમ્યાન ૧૧ દિવસ સુધી પૂજન, અર્ચન, આરતી આરાધના કરશે અને ભગવાન ગણેશને મોદકનો પ્રસાદ ધરાવશે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગણેશોત્સવ અંતર્ગત ભાવિકો માટીના ગણપતિની સ્થાપના કરી ઉજવણી કરનાર હોવાનું જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews