જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં હજુ પણ રોજબરોજ વધારો થઈ રહેલ છે. ગઈકાલે કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા છે જેમાં ૧૩ કેસ જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય ૬ તેમજ કેશોદ, ભેસાણ તાલુકાના ૩-૩, માળીયા હાટીના, માંગરોળ તથા માણાવદર તાલુકામાં ર-ર, મેંદરડા તાલુકામાં ૧ કેસ કોરોનાનો નોંધાયેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૪૪ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ રરર કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયેલ છે જેનાં ર૧૪૮ ઘરોમાં ૭૯પ૦ લોકો વસવાટ કરી રહેલ છે. આ કંન્ટેઈન ઝોન વિસ્તારમાં સેનીટાઈઝેશનની કોઈ વ્યવસ્થા કરાઈ નથી તેમ લોકો જણાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews