જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર આવેલ સિધ્ધી વિનાયક ગેટ-ર, યમુનાવાડી ખાતે જૂનાગઢનાં બી ડીવીઝનનાં પો.હે.કો. પી.બી. હુણ અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં હીનાબેન વાડોદરીયા, સોનલબેન પીપળીયા, ઉષાબેન કોયાણી, દયાબેન સોજીત્રા, ભાવનાબેન પોકીયા, રીનાબેન પટોળીયા, ભારતીબેન ધામેચા, ભાવનાબેન બોદર, રીમાબેન પારખીયા, ભરતીબેન શુકલને રોકડ રૂા. ૬ર૯૦ સાથે ઝડપી લીધેલ છે.
જયારે જાેષીપરા પટેલ સમાજ દ્વારકાધીશ એપાર્ટમેન્ટની સામે આવેલ મનુભાઈ મકવાણાનાં ઘરનાં ફળીયામાં છાપરા નીચે જુગાર અંગે બી ડીવીઝનનાં એન.એન. હીરાણી અને સ્ટાફે રેડ પાડતાં મીતલબેન રાણપરીયા, લતાબેન સરધારા, ધર્મિષ્ઠાબેન મકવાણા, ભાવિશાબેન ડોબરીયા, ભાવિકાબેન રાબડીયા, નિરાલીબેન સરવૈયા, મુંગીબેન મકવાણા, રશ્મીતાબેન લાલકીયા, સુધાબેન ગજેરાને રોકડ રૂા. પ૭૧પ સાથે ઝડપી લીધેલ છે.
મેંદરડા
મેંદરડા તાલુકાનાં રાજેસર ગામે મેંદરડાનાં પો.કો. દિનેશભાઈ મેણંદભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં
૬ શખ્સોને રોકડ રૂા. ૧૦૧૩૦, મોબાઈલ-પ મળી કુલ
રૂા. ર૬૧૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદ
કેશોદનાં ગંગનાથપરા-રમાં જુગાર અંગે કેશોદનાં પો.કો. જૈતાભાઈ બાબુભાઈ અને સ્ટાફે રેડ કરતાં ૮ શખ્સોને રોકડ
રૂા. ૭૬૩૦ સાથે ઝડપી લીધેલ છે.
વંથલી
વંથલીનાં શાપુર ગામે વંથલીનાં પો.હે.કો. પી.એસ. શેખવા અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ૪૮૧ર૦, મોબાઈલ-૭, મોટર સાયકલ-૧ મળી કુલ
રૂા. ૯૬ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર શાહલશા આલદશા સર્વદીને ઝડપવા માટે ચક્રો ગતીમાન કરેલ છે.
માંગરોળ
માંગરોળ તાલુકાનાં શેપા ગામે માંગરોળનાં પો.કો. રાહુલગીરી રમેશગીરી અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં
૯ શખ્સોને રોડક રૂા. ૩ર૬૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે મહેશ મકવાણા અને અજય મકવાણા નાસી જતાં તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરેલ છે.
શીલ
શીલ ગામે શીલનાં પીએસઆઈ એસ.આર. સોલંકી અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૮ શખ્સોને રોકડ રૂા. ૪પ૯પ૦, મોબાઈલ-૬ મળી કુલ
રૂા. પ૭૯પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે શીલ તાલુકાનાં સાંઢા ગામેથી
૧૩ શખ્સોને રોકડ રૂા. ૧,૦૧,૦૦૦, મોબાઈલ-૮ મળી કુલ રૂા. ૧,૩ર,૦૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews