વંથલી તાલુકાનાં સોનારડી નજીક અગાઉના મનદુઃખે હુમલો : પોલીસ ફરિયાદ

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સોનારડી ગામે રહેતા મકબુલ દિલાવરભાઈ ઉર્ફે ડાડાભાઈ પલેજાએ આ કામનાં આરોપી અબ્બાસ હુસેન પલેજા, યુસુફ મુસા પલેજા, અબ્દુલ મુસા પલેજા તેમજ ૬ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ અગાઉ ખૂનની ફરિયાદ લખાવેલ હોય તેના ત્રણ આરોપીઓ અબ્બાસ હુસેન પલેજા, યુસુફ મુસા પલેજા, અબ્દુલ મુસા પલેજા તેમજ
૬ અજાણ્યા શખ્સોએ ગુનાહિત કાવતરૂ કરી સ્કોર્પીયો ગાડી સાથે સોનારડી ગામે આવી આ ગાડીથી ફરિયાદીને આગળથી ઠોકર મારતા ફરિયાદી પડી જતા ગાડીમાંથી બહાર આવી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડનાં પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ડી.કે.ચાવડા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!