જૂનાગઢ : યુવતિનું ફેક એકાઉન્ટ બનાવનાર શખ્સને ઝડપી લેવાયો

0

નાયબ પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ વિભાગ જૂનાગઢ મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ જૂનાગઢ જીલ્લામાં સોશિયલ મીડિયાને લગતા બનાવને શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ. જેનાં અનુસંધાને એસઓજી પો.ઈન્સ. એચ.આઈ. ભાટી તથા પો.સબ. ઈન્સ. જે.એમ.વાળા તથા ટેકનીકલ સેલને આવા બનાવ શોધી કાઢવા માટે સુચના આવી હતી.
દરમ્યાન જૂનાગઢમાં રહેતી એક યુવતીએ સાયબર સેલને એક અરજી આપેલ જેમાં પોતાના નામનું કોઈ ઈસમે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પોતાના તથા કોલેજ મીત્રોના ફોટાઓ ગમે તે રીતે મેળવી પોતાની બદનામી થાય તે હેતુથી ફેક ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કરી વાયરલ કરેલ જે બાબતે તપાસ કરતા સદરહુ બનાવમાં ભોગ બનનાર મહિલા હોય ગંભીરતાને ધ્યાને લઈ સાઈબર સેલની ટીમ દ્વારા ફેસબુક પાસેથી આ ફેક, ફેસબુક એકાઉન્ટની તમામ માહિતી મેળવી ડેટા એનાલીસીસ કરી આ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપીના મોબાઈલ ફોન નંબર શોધી કાઢેલ અને આરોપી રવિ પરષોતમભાઈ વઘાસીયા રહે.જાેષીપરા, જૂનાગઢવાળાએ આ એકાઉન્ટ બનાવેલ હોવાનું જાણવા મળેલ. જેથી તેના વિરૂધ્ધ અરજદાર યુવતીએ સી-ડીવીઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢ ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ આ મહિલા અરજદારના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવેલ હોય સામાજીક તથા અન્ય બદનામીની ગંભીરતાને ધ્યાને લઈ સાયબર સેલ દ્વારા બનાવનો પર્દાફાશ કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. અને આ કામગીરી એસઓજી પો.ઈન્સ. એચ.આઈ.ભાટી તથા પો.સબ. ઈન્સ. જે.એમ.વાળા તથા ટેકનીકલ સેલના પો.સબ. ઈન્સ. એમ.જે. કોડીયાતર તથા પો.હેડ.કોન્સ. સામતભાઈ બારૈયા તથા દિપકભાઈ જાની તથા પો.કોન્સ. રવિરાજ વલકુભાઈ વાળા તથા શૈલેન્દ્રભાઈ સીસોદીયા દ્વારા કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!