ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સની અમદાવાદના ગોમતીપુરમાંથી હથિયારો સાથે ધરપકડ કરી છે. સોહિલ ઉર્ફે બાપુડી નામનો આ વ્યક્તિ એમપીથી આ હથિયારો લાવ્યો હતો અને ગોમતીપુરમાં વેચવા નીકળ્યો ત્યારે જ ઝડપાઇ ગયો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવક ગોમતીપુરમાં આવેલી વિક્રમ મિલ પાસેથી હથિયાર લઈને પસાર થવાનો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. ત્યારે સોહેલ ઉર્ફે બાપુડી કાદરી નામના આ યુવકની અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરી તો તેની પાસેથી બે પીસ્ટલ, ચાર કાર્ટિજ, એક મેગઝીન મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ કરતા કબૂલાત કરી કે આ હથિયાર તે મધ્યપ્રદેશના છોટુ સરદાર નામના વ્યક્તિ પાસેથી ચારેક માસ પહેલા લાવ્યો હતો અને તે ગોમતીપુરમાં વેચવા જવાનો હતો પરંતુ તે પહેલા જ પકડાઈ ગયો હતો. જો કે, આ હથિયાર કોણ ખરીદવાનું હતું તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews