ગાંધીનગરમાં રેરા ટ્રિબ્યુનલની નવી ઓફીસ ફાળવશે સરકાર

0

બે વર્ષ પહેલા રાજયમાં રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એકટ અમલમાં આવ્યો હતો. ગુજરાત રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ પૂર્ણ કાલીન જયુડીશ્યલ અધિકારીઓઅને અન્ય સ્ટાફના અભાવે લાંબા સમયથી તકલીફનો સામનો કરી રહ્યું હતું જે મુશ્કેલીઓનો હવે ટુંક સમયમાંઅંત આવશે.
આ મુદાને અનુલક્ષીને થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટમાં રાજય સરકારની રજૂઆત હતી કે, ગુજરાત રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં ટુંક સમયમા જ પૂર્ણકાલીન જયુડીશ્યલ મેમ્બર્સ અન સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ માટે અલગથી મકાનની પણ વ્યવસ્થા કરાશે. હાઈકોર્ટમાં અરજદારની રજુઆત હતી કે, રેરાની જાેગવાઈ હેઠળ ટ્રિબ્યુનલમાં કાયમી જયુડીશ્યલ સભ્યો અને સ્ટાફની ભરતી કરવામાં આવે. ગુજરાત રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલનો વધારાના ચાર્જ ફૂડ એન્ડ સેફિટ ટ્રિબ્યુનલ જજ પાસે છે. આ અંગે અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસીંગ વિભાગે જે નોટીફીકેશન બહાર પાડેલું છે તે અયોગ્ય છે.
આ ટ્રિબ્યુનલમાં ટેકનીકલ સભ્યની નિમણૂંક થયેલ નથી જેના લીધે ટ્રિબ્યુનલમાં જયુડીશ્યલ કામગીરીને અસર થઈ છે. આ મુદા અંગેની જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં ગત વર્ષે ડિસેમ્બર માસમાં થઈ હતી જેમાં હાઈકોર્ટે રાજય સરકારને નોટીસ પાઠવી હતી જેમાં રાજય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. મહત્વનું છે કે, મકાન ખરીદનારાઓ સાથે કેટલાક બિલ્ડરો દ્વારા જે પ્રકારની છેતરપીંડી આચરવામાં આવે છે તેની સામે રિઅલ એસ્ટેટ એકટ લોકોને રક્ષણ આપે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!