જામકંડોરણા માં છેલ્લા ૧ અઠવાડિયા થી સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જામકંડોરણા સહિત્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. જામકંડોરણા પંથક નો ફોફળ ફેમ પણ ઓવરફલો થઇ ગયો છે. આજુબાજુના નદી નાળાઓ છલકાય ગયા છે. અત્યાર સુધીમાં કુલ વરસાદ ૩૯ ઇંચ જેવો જામકંડોરણામાં વરસાદ પડી ગયો છે. અને હજુ વધુ વરસાદ પડવાની આગાહી પણ છે. હવે તો ખેડૂતો પણ ચિંતા માં મુકાયાં છે. સતત વરસતા વરસાદથી વાવેલા પાકને વધુ પડતા વરસાદ થી નુકસાન થવાની ભીતી છે. ખેડૂતો પાકને દવા છટકાવ કરી શક્યા નથી. હવે મોલાતને વરાપ ની જરૂર છે.જો વરાપ ન નીકળે તો પાકને ભારે નુકસાન થશે. સતત વરસાદથી જમીનોમાં જ પાણીના વ્હેણ વહેતા થઇ ગયા છે જે પાક માટે નુકસાનકારક છે. હવે તો જગતનો તાત મેઘરાજા ને વિરામ માટે પ્રાર્થના કરી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews