જૂનાગઢ- પોરબંદર રૂટ બંધ : સરાડીયાથી પોરબંદર તરફનો હાઈવે પુરથી બંધ

0

છેલ્લા એક અઠવાડીયા થયા સોરઠ અને ગુજરાત-કચ્છમાં ભારે મેઘ વર્ષા થઈ રહી છે. જેના કારણે ડેમો અને તળાવોમાં ભરપુર પાણીની આવક થઈ છે. આ દરમ્યાન માણાવદર પંથકમાં એક બાજુ ઉપરવાસનો વરસાદ તેમજ ભાદર ડેમના છોડાયેલા પાણીને કારણે બધીબાજુથી જળબંબાકાર થયા છે. આજે સવારે ભાદર ડેમના પાટીયા ખોલતા તે પાણીનાં પુર સરાડીયા, ગામ સુધી પહોંચ્યા છે તેથી ત્યાંથી પસાર થતાં પોરબંદર નેશનલ હાઈવે બંધ થયો છે. આ પુરથી દેશીંગા, મરમટ, કવલકા સહિત અનેક ગામો બેટમાં ફેરવાયાં છે. આ ઉપરાંત જૂનાગઢ – પોરબંદર રૂટ બંધ કરવો પડયો છે. અન્ય વાહન વાહન વ્યવહાર સરાડીયાથી પોરબંદર તરફ પુરના કારણે બંધ છે. પાણી ઓછું થતાં ફરી ચાલુ થાય છે તેમ તંત્રએ જણાવ્યં હતું. ગઈકાલે માણાવદર શહેરમાં તથા તાલુકામાં ઠેર-ઠેર અનરાધાર વરસાદથી જળતરબોળ થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!