ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવ તેમજ મહોરમના તાજીયાને લઈને શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના મહામારી ના લીધે જાહેરમાં કોઈપણ પ્રકારનું સરઘસ, ઝુલુસ કે ઊજવણી ના કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેમજ જાહેર સ્થળો એ ગણેશજીની પ્રતિમાની સ્થાપના ના કરવા અને જાહેર સ્થળો ઉપર વિસર્જન નહિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગીરગઢડાનાં પીઆઈ કે.એન. અઘેરા, સલીમ ભાઈ ઝાખરા, અયુબભાઈ, બસીરભાઈ, હનીફભાઈ તેમજ પટેલ સમાજના અગ્રણી હાર્દિકભાઈ તથા બાલુભાઈ હીરપરા, વેપારી મંડળ મુકેશભાઈ ગાંધી, અનીલ ભાઈ કમવાણી તથા કોળી સમાજના અગ્રણી સરપંચ કેશુ ભાઈ ભાલીયા તેમજ ઉકાભાઇ વાઘેલા તથા કરણુ ભાઈ જોળીયા ઉપસ્થિત રહયા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews