માંગરોળ-વેરાવળ હાઈવે ઉપર સુપરવડ પાસે ગઈકાલે બોગી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું છે. જયારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ હુસેનાબાદ નજીક આવેલા સુપરવડ પાસે બપોરના અઢી વાગ્યાના સુમારે બોગી અને ડમ્પર અથડાતા બોગી પલ્ટી મારી ગઈ હતી. જયારે ડમ્પર રોડ નીચે ઊતરી ગયું હતું.
બનાવને પગલે આજુબાજુના વાડી વિસ્તારમાંથી દોડી આવેલા તેમજ ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ ઘવાયેલા લોકોને વાહનોની બહાર કાઢયા હતા. ૧૦૮ ના પાઈલટ જીતુભાઈ સગારકા અને ઈએમટી બિજલભાઈ સિંધલે ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે માંગરોળ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈ ગોવાભાઈ પરમાર (ઉ.વ.૪૦, રહે.વાંદરવડ)નું મૃત્યું નિપજ્યું હતું. જયારે રાજાભાઈ વેજાભાઈ ચુડાસમા(ઉ.વ.૪૦) અને મહેશભાઈ અરજણભાઈ ડાકી(ઉ.વ.૨૫)ને નાની મોટી ઈજાઓ અને ફ્રેકચર થતા જૂનાગઢ રિફર કરાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews