જૂનાગઢ રાજગોર બ્રાહમણ જ્ઞાતિના અગ્રણી બિલ્ડર્સ સનતભાઈ ગાંગજીભાઈ બામટાનો આખો પરિવાર કોરોનાની ઝપટે ચડી જતા સમાજમાં અરેરાટી વ્યાપી છે. આજથી ૧૦ દિવસ પહેલા પ્રથમ તો સનતભાઈને કોરોના પોઝીટીવ આવેલ ત્યાર બાદ તેમના પત્નિ જયોત્સનાબેનને બાદમાં પુત્ર રવિભાઈ અને તેના પત્નિને કોરોનાએ ઝપટમાં લેતા આ આખો પરિવાર હોમકોરોન્ટાઈન રહી ઘરે ડોકટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહયો હતો. દરમ્યાન જયોત્સનાબેનને કોરોના સાથે ડાયાબીટીસ અને અન્ય બીમારીને લીધે તબિયત લથડતા પાંચ દિવસ પહેલા તેઓને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેઓ તા.રર ઓગષ્ટને શનિવારના સાંજે પ કલાક કોરોના સામેનો જંગ હારી જતા તેમનું મોત થયું હતું અને બામટા પરિવાર સંક્રમિત હોવા છતા તેમની અંતિમ વિધી માટે પુત્ર રવિભાઈ અને પુત્રી વિભાબેન ગયા હતાં માતુશ્રીને અંતિમ વિદાય આપી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટેલીફોનિક બેસણું રાખવામાં આવ્યું છે. જેમાં સનતભાઈ મો.૯૮રપ૦ ૪૯૭૧૮ અને રવિભાઈ ૯૯૭૯૮૯૬૬૧૮ ઉપર દિલાસો પાઠવી શકશો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews