માંગરોળ : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાત ગામડા સંપર્ક વિહોણાં

માંગરોળ કામનાથ પાસે આવેલી નોળી નદીમાં ગઈકાલે ઉપરવાસમાં તેમજ માંગરોળ પંથકમાં સાડાત્રણ ઈંચ જેટલા ભારે વરસાદનાં કારણે બપોર બાદ કામનાથ નદીના પુલ ઉપર ધોધમાર પાણીના વહેણ વહેતાં હજુ આજે પણ આ પરિસ્થિતિ યથાવત રહેલ છે. હાલ માંગરોળ જવા માટે રસ્તો બંધ થઈ જતાં કોટડા નવા- જૂના, ઢેલાણા વાડી વિસ્તાર, લંબોરા, વીરપુર, સકરાણા, જુથળ અને ચોટિલિવિડી તેમજ સેખપુર સહિત માંગરોળથી વિમુખ થતાં આ ગામજનોને માંદગી, નોકરી, ચીજવસ્તુઓ ખરીદવા, જવા તેમજ કોઈ અગત્યના કામે માંગરોળ ન જઈ શકાતા આ ગામના લોકોને ખૂબજ હેરાનગતિ ભોગવવી પડી રહેલ છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંથણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!