મરમટ ગામમાં ડેમોના પાણી છોડવાથી જમીન ધોવાણ – વારંવાર બેટમાં ફેરવાય છે

0

માણાવદર તાલુકાના મરમટ ગામ સહિત અનેક ગામોને ભાદર ડેમ સહિત અનેક ડેમોના પાણી છોડાતા આ વિસ્તાર બેટમાં ફેરવાય છે તેમજ ગામમાં અવર-જવર માટે પણ તકલીફ પડતી હોય છે. દરમ્યાન ગામમાં જવાનો પુલ ઉંચો બને તો ગામમાં જવા- આવવાની સરળતા થાય તથા પાણી છોડવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થાના અભાવે જમીન ધોવાણ થાય છે. જેના કારણે કોઈ ફાયદો થતો નથી આ બાબતે અવાર-નવાર રજુઆતો પણ કરવામાં આવે છે. ડેમોનાં પાણી છોડવાનાં કારણે જમીનનું ધોવાણ તેમજ આ વિસ્તારમાં વારંવાર બેટ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!