ભાણવડ પંથકના જુદા જુદા વિસ્તારોમાં શનિવારે મુશળધાર પાંચ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે ગઈકાલે રવિવારે પણ ભારે ઝાપટા રૂપે ૧૩ મીમી તથા આજે વહેલી સવારે પણ ૬ થી ૮ દરમ્યાન વધુ દસ મીમી પાણી વરસી ગયું હતું.
આ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ શનિવારના હળવા વરસાદી ઝાપટા રૂપે માત્ર ૩ મીમી બાદ ગઈકાલે રવિવારે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી.
ખંભાળિયા તાલુકામાં રવિવારે સવારે બે કલાકમાં બે ઈંચ બાદ પણ આખો દિવસ ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ યથાવત્ રહ્યો હતો અને રવિવારે કુલ ચાર ઈંચ (૯૭ મિલીમીટર) વરસાદ વરસી ગયો હતો. એટલું જ નહિ આજે સોમવારે પણ સવારે હળવા ઝાપટારૂપે વધુ પાંચ મિલીમીટર સાથે આજે સવારે
૮ વાગ્યા સુધીમાં કુલ ૧૦૫ મીલીમીટર વરસાદ નોંધાયો છે.
ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરેરાશ બે થી ચાર ઈંચ સુધી નોંધપાત્ર વરસાદ વરસી ગયો છે. આ સાથે જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયામાં મોસમનો કુલ વરસાદ ૮૩ ઈંચ (૨૦૭૯ મીલીમીટર) સુધી નોંધાયો છે. કલ્યાણપુર તાલુકાનો કુલ વરસાદ ૭૩ ઈંચ (૧૮૧૬ મીમી) નોંધાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews