Sunday, January 24

સી.આર.પાટીલ : ગુજરાત ભાજપનાં માત્ર પ્રદેશ પ્રમુખ જ નહી પરંતુ સુપર પાવર બનાવવા હાઈકમાન્ડની રણનીતિ

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવી ટર્મ માટે કોણ પ્રમુખ બનશે તે માટે રાજકિય વિશ્લેક્ષકો, કાર્યકરો અને જનતામાં જે નામની ચર્ચા હતી તેને બદલે ભાજપ હાઈકમાન્ડે કંઈક નવુ જ નામ ઘોષીત કરીને સોૈને ચોંકાવી દીધા છે. કોઈ કહેતુ કે પાટીદાર પ્રમુખ પદે યથાવતા રહેશે તો વળી કોઈ કહેતું હતું કે પ્રમુખ તરીકે તો ઓબીસીમાંથી જ આવશે. પરંતુ ભાજપા હાઈકમાન્ડે જ્ઞાતિવાદ, જાતિવાદ અને પ્રાંતવાદનાં સમિકરણોને કારણે મૂકીને નવસારીનાં સાંસદ મૂળ મરાઠી સી.આર.પાટીલને ગુજરાતા ભાજપનાં પ્રદેશ પ્રમુખ ઘોષીત કરીને ભાજપે જ્ઞાતિવાદી રાજકારણમાં નહી માનતો હોવાનું સાબિત કર્યું છે. નરેન્દ્ર મોદી દિલ્હી જતા રહ્યા બાદ ગુજરાત ભાજપનો દેખાવ એક યા બીજા કારણોસર ક્રમશઃ નબળો પડતો જઈ રહ્યો છે. ગુજરાત ભાજપમાં પણ મૂખ્ય ચારેક નેતાઓ વચ્ચે આંતરીક(ખૂલ્લીને બહાર નહી) ખેંચતાણ અને જૂથવાદ થવા લાગ્યો હતો. દિનપ્રતિદિન ભાજપનાં કાર્યકરોનો પક્ષ પ્રત્યેનો ઉત્સાહ પણ ઘટી રહ્યો હતો. સમગ્ર બાબતોથી વાકેફ હાઈકમાન્ડે ગુજરાત ભાજપની કમાન પાટીલનાં હાથમાં સોંપી, સ્થિતિ સુધારવાની બાંહેધરી લીધી છે અને પાર્ટીનાં હિત માટે જયારે પણ આંચકાજનક નિર્ણય લેવા પડે તો તે પણ લેવાની સત્તા આપીને પૂર્ણ અધિકાર સાથે તેમને સુપરપાવર ઓફ ગુજરાત ભાજપ બનાવવાનો તખ્તો ગોઠવી લીધો છે. આમ પણ સી.આર.પાટીલ માટે કહેવાય છે કે તેઓ મેનેજમેન્ટ ગુરૂ છે, તેઓ નિર્ણાયક શકિત, શ્રેષ્ઠ કાર્ય પ્રણાલી, કુનેહ અને કડકવલણ માટે જાણીતા છે. તેઓની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત બાદ ભાજપનાં કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જાેવા મળ્યો ન હતો. એમાં પણ સોૈરાષ્ટ્રમાં તો સન્નાટો છવાઈ ગયો હતો. નિમણુંકનાં અમુક દિવસો પછી પાટીલ જયારે સોૈરાષ્ટ્રનાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટનાં પ્રવાસે આવ્યા ત્યારે કાર્યકરોમાં એકાએક ઉત્સાહા જાેવા મળ્યો હતો. પાટીલાને જે મહત્વ કાર્યકરો એ આપ્યું છે, તે ભૂતકાળમાં બીજા કોઈ પ્રમુખને મળ્યું નથી. જીલ્લા મહાનગરોનાં મુખ્ય હોદેદારોથી લઈને નાના કાર્યકરોને કોરોનાનો ડર ભુલાઈ ગયો, પાટીલનું ઠેર-ઠેર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ફટાકડા ફૂટયા, કાર્યકરો અને મુખ્ય હોદેદારો પણ રોડ ઉપર રાસ-ગરબે રમ્યા, સેંકડો મોટર કારનો કાફલો ખડો કરી દેવાયો, બાઈક રેલી, બેન્ડવાજા, પુષ્પવર્ષા અને ઘણું બધું. પાટીલ દાદાનું શાહી સન્માન થયું, પાટીલનું આગમન એક ઉત્સવમાં પરિવર્તન થઈ ગયું. એટલે જ તો સોૈ કહેવા લાગ્યાા કે પાટીલ મે કુછ દમ તો હેૈ. સી.આર.પાટીલ ગુજરાત ભાજપનાં મજબુત અને નિર્ણાયક નેતા તરીકેની ઈમેજ ઉભી કરવામાં સફળ રહ્યા છે. જૂથવાદ ચલાવીશ નહી, કોઈની ભલામણ નહી ચાલે, ટીકીટ જાેતી હોય તો ભૂતકાળનાં ઉમેદવારોને લીડ અપાવેલી હોવી જાેઈએ, તમામ ફરિયાદ મને કહેજાે સી.એમ. સંવેદનશીલ છે રસ્તો હુ કાઢી આપીશ. આ તમામ ઉચ્ચારણો તેમને હાઈકમાન્ડે આપી દીધેલી સર્વસત્તાા અને પૂર્ણ અધિકારોના છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પાટીલ પાવરા માત્ર પ્રદેશ પ્રમુખ તરીકે જ નહી પરંતુ સુપર સીએમનાં રૂપમાં પણ જાેવા મળે તો નવાઈ નહી. એટલે માત્ર સંગઠન જ નહી પરંતુ સરકારમાં પણ તેમનો કબ્જાે રહેશે. પાટીલ દાદાનો પધ્ધતી ઉપરથી લાગી રહ્યું છે કે પ્રદેશ કક્ષા અને જીલ્લા કક્ષાએ જે જૂથવાદ ચાલી રહ્યો છે તે હવે નહી રહે, પાયાનાં કાર્યકરોની અવગણનતાં થવા લાગી હતી તે નહી થાય સરકાર પણ કાર્યકરોનું સાંભળશે. ત્યારે હાલ તો નાના અને પાયાનાં ભાજપી કાર્યકરોમાં લાંબા સમય બાદ આશાનું કિરણ દેખાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!