જૂનાગઢ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાંથી ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લઈ અને જેલ હવાલે કરવામાં આવેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ તા. ૧૯-૦૮-૨૦૨૦ ના રોજ ફરિયાદી યુ.કે. મકવા, પોલીસ ઇન્સ્પેકટર, સીઆઇડી ક્રાઇમ, જૂનાગઢ દ્વારા અજાણ્યા આરોપી વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે, અજાણ્યા આરોપી દ્વારા જૂનાગઢ શહેરમાં દીવાન ચોક, જૂની ડીએસપી કચેરી ખાતે આવેલ સીઆઇડી ક્રાઈમની ઓફિસમાં બારી તોડી, પ્રવેશ કરી, કચેરીમાં રાખેલ કોરાં કાગળના પેકેટ નંગ ૭ કિંમત રૂા. ૧,૮૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવતા, ઘરફોડ ચોરીઓની ફરિયાદ કરવામાં આવતા, ફરિયાદીની ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી, પીએસઆઈ જે.એચ. કચોટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ. ક્ચોટ, હેડ કોન્સ. વિક્રમસિંહ, પ્રવીણભાઈ, અનકભાઈ, સુભાષભાઈ, વનરાજસિંહ, દિનેશભાઈ, વિકાસભાઈ, મોહસીનભાઈ સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, સીસીટીવી ફૂટેજ આધારે તથા ટેકનિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે આરોપી સિકંદર ઉર્ફે સિકલો એહમદભાઈ બેલીમ (જાતે સિપાઈ, ઉ.વ. ૨૨ રહે. કુંભારવાડા દરવાજા, નગીના ખાણની બાજુમાં, જૂનાગઢ)ને સુખનાથ ચોક વિસ્તારમાથી રાઉન્ડ અપ કરી, પકડી પાડવામાં આવેલ છે અને તેના કબ્જામાંથી ઘરફોડ ચોરીમાં ગયેલ કચેરીમાં રાખેલ કોરાં કાગળના પેકેટ નંગ ૭ કિંમત રૂા. ૧,૮૦૦, મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી સિકંદર ઉર્ફે સિકલો એહમદભાઈ બેલીમ જાતે સિપાઈની પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, હાલમાં લોક ડાઉનના કારણે મજૂરી મળતી ના હોઈ, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, ઘરફોડ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ ફેબ્રુઆરી ૨૦૧૬ ની સાલમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ હતો. હાલમાં આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી, આરોપીને અટક કરી, કોર્ટમાં રજૂ કરી, જેલ હવાલે કરવામાં આવેલ છે. આ અંગેની વધુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કચોટ તથા સ્ટાફ ચલાવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews