ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રીક ૧ થી ૬ ઇંચ જેટલા ભારે વરસાદ

0

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ગઈકાલે રવિવારે ૧ થી ૬ ઇંચ જેટલા વરસાદની સાર્વત્રીક મેઘમહેરના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો જીલ્લાના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. જયારે ગીર સોમનાથ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોના મુખ્યો માર્ગો ઉપર ઠેર ઠેર ગોઠણડુબ પાણી ભરાય ગયા હતા. જયારે કોડીનાર નજીક પેઢાવાડાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા અમુક સમય સુધી નેશનલ હાઇવે બંધ થઇ જતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. જયારે સોમનાથ સાંનિઘ્યનો ત્રિવેણી સંગમ વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાઇ જતા બેટમાં ફેરવાય ગયો હતો.
ગીરગઢડા અને ઉના પંથકમાં અને વેરાવળ, તાલાલા અને કોડીનારમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વેરાવળમાં ૫૩ મીમી (૨ ઇંચ), તાલાલામાં ૮૭ મીમી (૨.૫ ઇંચ), સુત્રાપાડામાં ૩૦ મીમી (સવા ઇંચ), કોડીનારમાં ૭૯ મીમી (૩ ઇંચ), ઉનામાં ૬૭ મીમી (૨.૫ ઇંચ), ગીરગઢડામાં ૧૪૫ મીમી (૬ ઇંચ) જેટલો વરસાદ વરસ્યો છે. જો કે, જીલ્લાના જંગલમાં પણ પાંચેક ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જંગલની કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હોય તેવો નજરો જોવા મળી રહેલ છે. ભારે વરસાદને પગલે હિરણ, સરસ્વતી, શીંગોડા સહિતની નદીઓમાં ભારે વરસાદી પાણીની આવક થતા ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાતા બે કાંઠે વહી રહી હતી. આ નદીઓ ઉપરાંત જંગલમાં પડેલ વરસાદના ઘસમસતા પાણીમાં અમુક તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય રસ્તાાઓ, કોઝવે અને પુલો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે ગ્રામ્ય વિસ્તારના વાહન વ્યવહારને ભારે મુશ્કેલી પડી રહી હતી. ઉના પાસે ઝાંઝમેરનો ધોધ વહી રહયો હતો. ભારે વરસાદથી ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું.
ગીર જંગલ સાથે વેરાવળ-તાલાલા પથંકમાં પડેલ ભારે વરસાદી પાણીની ભરપુર આવક સોમનાથ સાંનિઘ્યે આવેલ હિરણ નદીમાં થયેલ હતી. જેના પગલે સોમનાથ સાંનિઘ્યના ત્રીવેણી સંગમથી ગોલોકઘામ સુઘીના વિસ્તાદરમાં ગોઠણડુબ પાણી ભરાય ગયા હતા. જયારે ત્રીવેણી સંગમ ઘાટમાં કમ્મરડુબ પાણી ભરાય જતા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયાનો નજારો નજરે પડતો હતો.
જયારે તાલાલા નજીક આવેલ ઉમરેઠી ગામે આવેલ હિરણ ૨ ડેમમાં વરસાદી પાણીની ભરપુર આવક થતા ડેમના સાતેય દરવાજા એકાદ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હોવાનું ડેમ અધિકારી સીંઘલે જણાવેલ છે. કોડીનાર તાલુકમાં આવેલ શીંગોડા ડેમના પાંચ દરવાજા પણ એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. કોડીનાર તાલુકામાં મેઘમહેરના પગલે કોડીનાર શહેરથી નજીકમાં આવેલ પેઢાવાડા ગામના પાટીયા પાસેના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેના પગલે વેરાવળ- કોડીનાર નેશનલ હાઇવે સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો. હાઇવે બંધ થતા મોટીસંખ્યામાં વાહનચાલકો રસ્તા ઉપર ફસાતા બંન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી જોવા મળતી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારોનાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!