જૂનાગઢની મધ્યમાં ઓવરફલો થઈ રહેલા નરસિંહ સરોવરનાં પાણીમાં ગાય પડી જતા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ સરોવર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફલો થઇ રહેલ છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં ઘાસ ઉગી જતા ત્યાં ગાયો ઘાસ ચરતી હોય છે તે સમયે એક ગાય ઘાસ ચરતી ચરતી નરસિંહ સરોવર ઓવરફલો થયેલા પાણીમાં પડી ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગાયને બહાર કાઢવાની કોશિષ કરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આ ગાયનું દિલધડક ઓપરેશન કરી સહી-સલામત બહાર કાઢી લેવામાં આવી હતી. આ કામગીરી ફાયર વિભાગના અધિકારી ભૂમિત મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભાવેશ વરૂ, ઉમેશ સોલંકી, રવિ ચુડાસમા, દેવાયતભાઈ સોલંકી, મુરૂભાઈ ભારાઈ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. લોકોએ ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓને બિરદાવ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews