જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘ મહેર

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલે રવિવાર અને ઋષિપાંચમના દિવસે મેઘરાજાની સતત મેઘ વર્ષા રહી હતી. આમ તો રક્ષાબંધન પર્વથી સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની સુકુનવંતી સવારી આવી પહોંચી હતી. શ્રાવણમાં સતત વરસ્યા બાદ શનિવારથી જ મેઘરાજાએ સમગ્ર સોરઠ અને દક્ષિણ-ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વર્ષા કરી હતી. ગઈકાલે ઋષિપાંચમ અને રવિવારનાં દિવસે અનરાધાર વર્ષા ચાલી રહી હતી. વરસાદનાં કારણે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ તાલુકામાં સતત વરસાદ પડી રહયો હતો. બે થી છ ઈંચ જેવો સરેરાશ વરસાદ પડયાના અહેવાલ છે. ગરવા ગીરનારનાં જંગલમાં ભારે વરસાદ રહયો છે. જૂનાગઢ શહેરમાં ભવનાથ વિસ્તારમાં સર્વત્ર પાણી ફેલાયા હતાં. ત્યારે જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ફેલાયું હતું. ગીરનારની નિકળતી ઓઝત, સોનરખ, કાળવા, લોલનદીમાં ભારે પુર આવ્યા હતાં. દામોદરકુંડમાં પણ ભારે પુર આવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા સરોવરમાં પણ ફરી એકવાર ફરી છલકાઈ ગયું હતું. જયારે જૂનાગઢ રેલ્વે સ્ટેશન જાેષીપરા ખામધ્રોળ જવના રસ્તા ઉપર અન્ડર બ્રીજમાં પણ પાણી ભરાયા હતાં. વિલીંગ્ડન ડેમ, હસ્નાપુર ડેમ અને આણંદપુર ડેમમાં પણ ભારે પાણી આવ્યા હતાં. શહેરનાં મોતીબાગ, સરદારબાગ, નવી કલેકટર કચેરી રોડ, દાતાર રોડ, ભુતનાથ ફાટક રોડ, ગાંધીચોક, જયશ્રીચોક, સહિતનાં અનેક વિસ્તારોમાં પાણીવહેવા લાગ્યા હતાં. એક તરફ વરસાદ અને બીજી તરફ ખરાબ રસ્તાથી વાહનોને અવર-જવર માટે ભારે મુશ્કેલી પડી હતી. ગઈકાલે દરમ્યાન આજે સવારે પુરા થતા ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં નોંધાયેલા વરસાદનાં આંકડા પ્રમાણે કેશોદ ૪૬ મીમી, જૂનાગઢ સીટી ૭૬ મીમી, જૂનાગઢ ગ્રામ્ય ૭૬ મીમી, ભેૅસાણ ૬૪ મીમી, મેંદરડા પ૪ , માંગરોળ ૯ર, માણાવદર ૧૦૯, માળિયા ૧૧૭, વંથલી પ૮, વિસાવદર ૪૯ મીમી વરસાદ નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!