માણાવદર શહેર તથા ગ્રામ્ય પંથકમાં ગઈકાલે પાંચ ઈંચ તેમજ માણાવદર ગ્રામ્ય પંથકમાં ૮ ઈંચ વરસાદ પડી જવાનાં કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. જયાં નજર કરો ત્યાં પાણી પાણી જ દેખાય છે. અતિ ભારે વરસાદનાં કારણે ખેતરો, નદી-નાળા સર્વત્ર પાણીથી પુરની સ્થિતિ છે. જીંજરીમાં સાડા ચાર ઈંચ, બુરી જીલાણા પાંચ ઈંચ, જાંબુડામાં પાંચ ઈંચ, માણાવદરમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે દિવસ દરમ્યાન અનરાધાર વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી પણ વરસાદ ચાલુ થઈ ગયેલ છે.
જયારે મટીયાણા ગામ પાસેથી ઓઝત નદીનાં પુરનો સંરક્ષણ પાળો તુટતા આશરે ૧૦૦ વિઘા જમીનનું ધોવાણ થતાં મગફળી પાક સાફ થઈ ગયો હતો. જયાં લાખોની નુકશાની થઈ છે. હાલ ઠેર ઠેર વરસાદનાં પગલે બોર-કુવામાંથી પાણી ઉપરથી વહી રહયા છે. મટીયાણાનાં સરપંચ રાજુભાઈ બોરખતરીયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૯૮૩માં ન હતું આવ્યું તેવું ઓઝત પુર ગઈકાલે રાત્રીનાં આવ્યું છે. ગામમાં ૪-૪ ફુટ પાણી ઘુસી ગયા છે અને ગામ વિખુટુ પડી ગયું છે. ગામ ફરતે પુર હોનારતની સ્ફોટક સ્થિતિ છે. સરકારી તંત્રને જાણ કરી તાકીદે સહાયની માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews