જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલા કલ્પ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૪૫ વર્ષીય યુવાને આઠમા માળેથી કુદકો લગાવી આપઘાત કર્યાનો બનાવ બનેલ છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદના મોટી ઘંસારી ગામના અશોકભાઈ નારણભાઈ ચુડાસમા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર શનિવાર સાંજ સુધી લઈ રહ્ય હતા. શનિવારે તેમને સારવાર માટે કલ્પ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા ત્યારે રવિવારે સાંજના અશોકભાઈ નારણભાઈ ચુડાસમાએ કોઈ અગમ્ય કારણસર હોસ્પિટલના આઠમાં માળે રહેલ બારીના કાચ તોડી અને આપઘાત કર્યાનો બનાવ સામે આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews