જૂનાગઢ જીલ્લાનાં બીલખા ખાતે બીલનાથ શેરીમાં રહેતા નટવરલાલ રાવચંદભાઈ દેસાઈ મોઢવણીક (ઉ.વ.૭ર) ભારે વરસાદનાં કારણે મકાનની છત કાટમાળ પડવાથી તેની નીચે દબાઈ જવાના કારણે તેમનો સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જે અંગેની જાણ રાકેશભાઈ નટવરલાલ દેસાઈ (ઉ.વ.૩ર) લક્ષ્મીનગર શેરી નં.૩ વાળાએ પોલીસને જાણ કરતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ બીલખાના પીેએસઆઈ એચ.કે. માલમ ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews