જૂનાગઢમાં વ્યાજના પૈસાની ઉઘરાણીમાં વાહન પડાવી લઈ મકાનને તાળુ મારી દીધું

0

જૂનાગઢમાં મધુરમ બાયપાસ મામાદેવના મંદિરવાળી ગલી સદગુરૂ પાર્ક શ્યામ શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ નાથાલાલ પાલા (ઉ.વ.ર૧) ગીરનાર દરવાજા વિસ્તારમાં છગનમામાની સોસાયટી ખાતે રહેતા ભાવેશ ઉર્ફે લખનભાઈ બાવાજી વિરૂધ્ધ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, પોતાના ધંધામાં ખોટ આવતા રૂપિયાની જરૂરીયાત પડતા આરોપી પાસેથી કટકે – કટકે રૂા.૧૬,૩૦,૦૦૦/- માસીક ૧પ ટકા વ્યાજ લેખે લીધેલ જેના કટકે – કટકે વ્યાજના રૂા.૧૩,૮પ,૦૦૦/- ચુકવી દીધેલા અને તા.૧૬-૦૮-ર૦ર૦૯ના રોજ રૂા.૪પ,૦૦/- વ્યાજના આપવાના હતા જેની સગવડ ફરીયાદીથી ન થતા તેમના માતા-પિતા સાથે સુરત ખાતે જતા રહેલ અને આરોપીએ પાછળથી ફરીયાદીની દુકાનમાં તાળુ મારેલ અને ફરીયાદી તથા તેના પિતા તારીખ ૧૮-૮-ર૦ર૦ના આરોપી પાસે આવતા આરપોએ વ્યાજના તથા પેનલ્ટીના રૂા.૯૦,૦૦૦/- ની માંગણી કરતા ફરીયાદી પાસે ન હોય જેથી ફરીયાદીની મો.સા.- એકટીવા ગાડી નં.જીજે-૧૧-બીએ-૯૬૧પ તથા હિરો સ્પેન્ડર રજી નં.જીજે-૧૧-બીએસ- ૦૬પ૩ વાળી બળજબરીથી પડાવી લીધેલ અને ફરીયાદીના ઘરે બીજું તાળુ મારી આરોપી પાસે નાણાં ધિરધારનું લાયસન્સ ન હોવા છતાં ફરીયાદી પાસે રૂા.ર૦,૦૦,૦૦૦/-ની માંગણી કરી ગુનો કર્યા બાબતની ફરીયાદ નોંધાવતા ફરીયાદ નોંધી છે. આ બનાવની વધુ તપાસ સી-ડીવીઝનનાં પીએસઆઈ કે.એસ. ડાંગર ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!