જૂનાગઢમાં ઉંચા વ્યાજે નાણાં આપી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની પાંચ સામે ફરિયાદ

0

જૂનાગઢનાં સરદારબાગ પાછળ ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા સાજીદભાઈ મહમહહુશેન હાલા (ઉ.વ.૪ર) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૧-૩-ર૦ર૦ કલાક ૧ર થી તા.ર૪-૮-ર૦ર૦ કલાક ર૦ દરમ્યાન બનેલા બનાવ અંગે ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી સાજીદભાઈને પોતાના ધંધામાં ખોટ આવતાં રૂપિયાની જરૂરીયાત પડતા આ કામનાં આરોપી કરશનભાઈ સોલંકી રહે.મધુરમ બાયપાસ તેમજ સંજય ઉર્ફે બચુભાઈ રામભાઈ છુછર રહે.કણજરીવાળાને વાત કરતા તેઓએ આરોપી નિતેશ મેઘનાથી વકીલ રહે.જૂનાગઢ મધુરમ બાયપાસ વાળા પાસે લઈ જઈ તેની પાસેથી રૂા.ર,પ૦,૦૦૦/- માસીક રૂા.૭ ટકા વ્યાજ અપાવી દેવાના બદલામાં ફરીયાદીની ફોરવ્હીલ કાર નં.જીજે-૧ર-ડીએ-૮રપ૬ વાળી રૂા.ર,પ૦,૦૦૦માં આરોપી નંબર -ર ના નામે વેંચાણ ખત કરી ગીરવે રાખી નાણાં ચુકતે થયે કાર પરત આપી દેવાનો વિશ્વાસ આપી ફરીયાદીએ રૂપિયા ૧,૭૧,૦૦૦/- ચુકવી દઈ પોતાની કાર છોડાવવા જતા આરોપી નં.૧ નાએ ફરીયાદીને ટાટીયા ભંગાવી નાંખવાની ધમકી આપી તેમજ આરોપી નંબર-૩ નાએ રૂા.૪,પ૦,૦૦૦/-ની માંગી કારી સોંપવા જણાવી આરોપી પાસે નાણાં ધિરધારનું લાયસન્સ ન હોવા છતાં ઉંચા વ્યાજે નાણાં આપી ફરીયાદીની કાર અન્યને વહેંચી દઈ ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં કે.એસ. ડાંગર ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!