જૂનાગઢ જીલ્લામાં જુગારની બદીને નાથવા પોલીસે લાલઆંખ કરી કુલ પ૭ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધેલ છે.
વિસાવદર
વિસાવદર તાલુકાનાં હસાનપુર ગામે વિસાવદરનાં પો.કો. રણવીરસિંહ જૈતાભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ કરતાં ૬ શખ્સોને રોકડ પ૬૩૦ સાથે ઝડપી લીધેલ છે.
મેંદરડા
મેંદરડા તાલુકાનાં નાગલપુર ગામે મેંદરડાનાં પો.કો. માનસિંહ લક્ષમણભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૮ શખ્સોને રોકડ રૂા. ૧૩૭૯૦, મોબાઈલ-૭ મળી કુલ રૂા. ૪રર૯૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદ
કેશોદ તાલુકાનાં પ્રાંસલી ગામે કેશોદનાં પો.હે.કો. એસ.યુ. દલ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. પપ૩૦, મોબાઈલ-૭ મળી કુલ રૂા. ૯૦૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
વંથલી
વંથલી તાલુકાનાં ખોરાસા ગામે વંથલીનાં પો.હે.કો. શૈલેષભાઈ દિપકભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં રપ શખ્સોને રોકડ રૂા. ૪૮ર૬૦, મોબાઈલ-૧૯ મળી કુલ રૂા. ૭૭૭૬૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે ડાયાભાઈ ભરવાડ નાસી જતાં તેને ઝડપવા ચક્રો ગતીમાન કરેલ છે.
ચોરવાડ
ખોરાસા ગામે ચોરવાડનાં પો.કો. ભાવસીંહ કેશરભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૪ શખ્સોને રોકડ રૂા. ૧૦૧૦૦ સાથે ઝડપી લીધેલ છે. તેમજ ખાણીયા વિસ્તારમાંથી ૩ શખ્સોને રોકડ રૂા. ૧૦૩ર૦ સાથે ઝડપી લીધેલ છે.
માળીયા હાટીના
માળીયા હાટીનાનાં માતરવાણીયા ગામે માળીયા હાટીનાનાં પીએસઆઈ એચ.વી. રાઠોડ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ર૭ર૦૦, મોબાઈલ-૩ સહીત કુલ રૂા. ૩૭૭૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews